+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
29 Nov 2013
સંગીત

સંગીત એટલે શું? આત્માને મનની સાથે જે સંલગ્ન કરે તે સંગીત ||
    સંગીત ક્યાં છે? અત્ર, તત્ર, સર્વત્ર| જ્યાં જુઓ ત્યાં સંગીત માણવા મળે. ઝરમર વરસતા વરસાદમાં, ખળખળ વહેતા ઝરણામાં, કલરવ કરતાં પંખીઓમાં, નૃત્ય કરતા મયુરમાં, ખીલખીલ કરતા બાળકમાં, થનગન કરતા યુવાન હૃદયમાં, ગંભીર એવા વૃદ્ધોમાં||     સંગીતના જુદા જુદા અનેક પ્રકારો છે. જેમ કે હિન્દુસ્તાની સંગીત, કર્ણાટકી સંગીત, પાશ્ચાત્ય સંગીત, સુગમ સંગીત, લોકસંગીત, ફિલ્મી સંગીત વગેરે- સંગીતના આ જુદા જુદા પ્રકારોમાં તેમાં થતી સ્વર સંગીતની સંગિતના બદલાવને કારણે તથા તેની શ્રુતિઓમાં ભળતી મધુરપને કારણે રચાતા જુદા જુદા રાગો આપણને  સાંભળવા માણવા મળે છે.
    મૂળ શાસ્ત્રીય સંગીત સંસ્કૃત ભાષામાં પ્રચલિત હતું જે આજે પણ કર્ણાટકી સંગીતના નામે દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. ઉત્તર ભારતમાં મુગલ સામ્રાજ્યના કારણે ફારસી ભાષામાં આ શાસ્ત્રીય સંગીતમાં બદલાવ લાવીને હિન્દુસ્તાની સંગીતના રૂપે પ્રખ્યાત થયું. આમ, સમયની સાથે સંગીતમાં ઘણા બદલાવ આવતા રહેતા હોય છે. જેમ કે પહેલા Melody પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું જ્યારે આજના જમાનામાં Rhythm પર વધારે ધ્યાન આપવામાં આવે છે.
    ઘણા લોકોની એવી માન્યતા છે કે આજના જમાનામાં શાસ્ત્રીય સંગીતનું મહત્વ ઘટતું જાય છે પરંતુ એવું નથી|| આજે પણ ફિલ્મી સંગીતમાં ઘણાં ગીતો મૂળ રાગ ઉપરથી જ ગવાતા હોવાં છતાં પણ તેમાં Rhythmને કારણે સાંભળનારને તેમાં બદલાવ લાગતો હોય છે. દા.ત. જીયા લાગેના, તલાશ ફિલ્મનું, એક તારા..... , Wake up Sidનું, ઓ રંગ રેજ- ભાગ મિલ્ખા ભાગનું, પરીણિતા, હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ વગેરે સાંભળવા માણવા મળે છે.
    શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ માત્ર ફિલ્મોમાં જ નહિ, પરંતુ બીજા ઘણાં ક્ષેત્રોમાં પણ થાય છે. એક પ્રયોગ દ્વારા ગાયોને શાસ્ત્રીય સંગીત સંભળાવવામાં આવ્યું તે તે ગાયોએ પ્રમાણમાં વધુ દૂધ આપ્યું. જે માતાઓ બાળકોને સ્તનપાન કરાવતી વખતે શાસ્ત્રીય સંગીત સાંભળતી હતી તે માતાઓ લાંબા સમય સુધી સ્તનપાન કરાવી શકી હતી. Medical Fieldમાં પણ શાસ્ત્રીય સંગીતના ઉપયોગ દ્વારા High blood pressure, depression વગેરે ઘણાં રોગોમાં સારવાર કરવામાં આવે છે, આ વિષયને લઈને ઘણાં doctors Post Graduation કરે છે.
    ભૂતકાળમાં જોઈએ તો, અકબર બાદશાહના દરબારનું એક રત્ન- તાનસેન. તેઓ ગવાયેલા દીપક રાગ દ્વારા દીપક પ્રજ્વલિત કરવાની તેમજ તાનારીરી દ્વારા મલ્હાર રાગ દ્વારા વરસાદ લાવવાની કથાની જાણ બધાને જ છે. આપણા પરમ કૃપાળુ તીર્થંકર પરમાત્મા દ્વારા જે

દેશના અપાય છે તે બધી જ દેશના માલકૌસ રાગમાં જ અપાતી હોય છે. આજે આ મધુર રાગની એક ઝલક લઈને નિધિ આપની સમક્ષ આવી છે.
    સંગીત શું છે? સંગીત એક સાધના છે, આરાધના છે, સંગીત એ Meditation છે. સંગીત એ આત્માને પરમાત્મા સાથે ભક્તિથી ભેળવવાની એક સુંદર અનુભૂતિ છે.

સ્નેહા કૌશિક મહેતા

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close