દીકરી તો વ્હાલનો દરિયો છે, તો વહુ દિલનો દરિયો છે, પારકાને પોતાનામાં સમાવી લેવા માટે કેટલું વિશાળ દિલ જોઈએ, વહુ પણ બીજાની દીકરી છે, થોડો સમય આપી સાસરિયામાં ભળી જવા માટે લાગણી તો બધાની સરખી જ છે, પણ વહુ પાસે આપણે અપેક્ષાઓ વધારે રાખીએ છીએ. દીકરી પારકી થાપણ છે, તો વહુ ઘરનો વંશ વધારનાર છે. વહુને દીકરી કરતાં સવાયું માનપાન આપવું જોઈએ. માબાપનાં લાડપાન છોડી કેટલાં આશા અરમાનો સાથે આપણે ઘરે આવે છે. એની આશા પૂરી કરવાની આપણી ફરજ નથી? વહુ એ શું કર્યું એના કરતાં આપણે વહુ માટે શું કર્યું તે વિચારવાનું ! દરેક સાસુ વહુ માટે આ વિચારે તો ઘરમાં જ સ્વર્ગ છે. ઘરમાં પ્રવેશ કરતાં વહુને આપણે વધાવીએ ત્યારે કહીએ કે આ ઘર આપણા બધાનું છે. તું મુક્ત મને અહીંના રીતરિવાજો બંધન વગર અપનાવી લે. એકબીજાના સાથથી ઘરને સ્વર્ગ બનાવી શકાય છે. તારા અભિપ્રાયો આપી શકે છે. તું તારું વ્યક્તિત્વ ખીલવી શકે છે. તું બધા પાસેથી કંઈ શીખી શકે છે અને બીજાને શીખવાડી પણ શકે છે. વડીલોની મર્યાદા અને નાનાઓનો પ્રેમ મેળવી તું જ મકાનને ઘર બનાવી શકે છે. ઘર એક મંદિર છે. સ્વાર્થ વગર પ્રવેશ કરશો તો બધાની હૂંફ મેળવશો. બધાનો પ્રેમ મળશે. જીવનને કેવું બનાવવું તે આપણા હાથની વાત છે. સાસુ - વહુ એક બીજાના હૃદયની વાત કરી શકે એવા આપ્તજન બનવું.
લતા આર. મહેતા
Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month. This service is strictly for the use of Members Only.
Palanpur Online Helpline
Tel: +91 - 22 - 40203620 / 21 Email: info@palanpuronline.com Time: 10am - 6pm (IST) (Mon to Fri)