+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
06 Aug 2012
મંગલ સંદેશ

- શકુંતલા વિજયકુમાર મહેતા

વૃદ્ધો અને નવયુવાનો જાગો ! ઊઠો ખેતર ખેડીને બીજ વાવવાનો અવસર આવી ગયો છે. ચોમાસું કલ્પ શરૂ થઈ ગયું છે. મનુષ્યભવના માનવીને પમાડવા માટે, બીજનું રોપણ કરવા માટે ગુરુદેવો પધારી ગયા છે. વીતી ગયેલા સમયની સામું જોવાનું નથી, સમયની મર્યાદા કોઈની પ્રતીક્ષા કરતી નથી, પર્યાયોના પરિવર્તનને આપણે રોકી શકતા નથી, આપણે સૌ ઉચ્ચકોટિના માનવો છીએ, આપણા માટે મુક્તિ ઘણી જ સુલભ છે. છતાં પંચમ્ કાળમાં જન્મ પામનાર માટે મુક્તિ- મોક્ષ દુર્લભ છે. તેના માટે ઉત્તમ સાધનો જોઈએ જે આપણી પાસે આ કાળમાં અત્યારે નથી. તો શું કરવું? રોદણાં રોવાની જરૂર નથી. ઊઠો ઊભા થાવ. આપણી પાસે નવકારમંત્રનાં પાંચે પદોનાં સાધનાનાં ઉત્કૃષ્ટ સોપાન છે. જેનાથી ઉત્કૃષ્ટ પુણ્ય બાંધી નજીકના જ ભવમાં તરી જઈશું, તીર્થંકર પ્રભુએ બતાવેલા આ પંચ પરમેષ્ટિ પદોનું ગુરુદેવની આજ્ઞામાં રહીને આરાધના કરશું તો જરૂર બેડો પાર થઈ જશે, અને માનવભવ ફળદાયી નીવડશે, સાધના કરવાનાં પાંચ સોપાન : પ્રથમ સોપાન – સિદ્ધત્વ, બીજું સોપાન- વીતરાગ અરિહંતપણું, ત્રીજું સોપાન- આચાર સાધના, ચોથું સોપાન- જ્ઞાન સાધનનો ખજાનો અને પાંચમું સોપાન છે આપણા ગુરુદેવો.

હે માનવી! જીવનનું ઉત્તમ ઘડતર થાય તો જ જીવન ઉપવન બને. આ ઘડતર માટે પંચ પરમેષ્ટિનાં પાંચ સોપાન ઉપર બતાવ્યાં છે. આ સાધના સ્વરૂપની માળાને સ્વાધ્યાયને રંગે રંગી પ્રતિદિન તેનો પાઠ એકાગ્રચિત્તે કરતા રહેશો તો ઉત્કૃષ્ટ પુણ્યનો થોક બંધાશે. જે હવે પછીના ભવોમાં આગળ વધવા સહાયરૂપ થશે. ગયો સમય ભૂલીને ચેતીને ચાલવા માટે એક પંચ પરમેષ્ટિનું શરણું પણ બસ છે. અત્યારના આ કાળમાં આ પંચ પરમેષ્ટિનું શરણું પણ બસ છે. અત્યારના આ કાળમાં આ પદ આપણને મળ્યું છે એનો બરાબર ઉપયોગ કરશો તો ચોક્કસ તરી જઈશું. તરવાની આ નાવ છે ચાલો, સમય બગાડ્યા વિના તેમાં બેસી જઈએ.

એજ. એક સાધર્મિક બહેન (શકુંતલા વિજયકુમાર મહેતા)
 
શકુંતલા વિજયકુમાર મહેતા

વીલે પાર્લા (west)
મુંબઈ ૪૦૦૦૪૯.
TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.

Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close