+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

News & Events

News Room >> News & Event >> News Content
31 May 2021
'Sambharana', A Collection of Essays on Palanpur by Late Shirishkumar Modi, Released

 'Sambharana'

A collection of essays written by Late Shirishkumar Modi entitled ‘Sambharana’, has just been released. The book provides a vivid overview of life in Palanpur as it evolved over the past 75 years or so covering a wide spectrum of themes ranging from the author’s childhood and student life to his experiences and observations about social work, cultural traditions and other aspects of his home town.


The 42 essays cover more than 225 pages and are divided into three section - Shirishbhai’s memories, his interactions and experiences with noted personalities and other general topics and is a like rich encyclopaedia of diverse information and insights about the city. 


Having been born in Palanpur in the 1930s and lived there all his life becoming one of its most prominent citizens, Shirishbhai is uniquely positioned to give the reader a picture of both the old Palanpur of his childhood and youth, as well as the new Palanpur as it slowly evolved into a modern medical and educational hub in North Gujarat.


In his introduction, Prof Hrishikesh Raval, who worked closely on this project describes how he managed to convince Shirishbhai of the importance of putting down his vast knowledge on paper. Raval stresses, that Shirishbhai agreed only on one condition – that the book be published in the same simple colloquial language and style that he used, rather than in fine literary language.


Unfortunately, Shirishbhai passed away very suddenly when the final draft was ready but before the book could be published. At a special memorial meeting held on the occasion of his birthday in December 2020, the Modi family unveiled a pre-print copy of the book which has now been published and made available for the public.

 


Late Shirishkumar Modi

સંભારણાં

લેખક - શિરીષકુમાર મોદી


(Dr Vikrambhai Manilal Mehta, Chairman, Banaskantha District Kelvani Mandal (BDKM) and a very close associate of Late Shrishbhai Modi over the past many decades, has written this very moving review of 'Sambharna', deeply appreciating the manner in which it rekindles poignant memories of the past.)


આ પુસ્તક કોઈ આત્મકથા નથી, આ તો છે લેખકના બાળપણના સંભારણાંથી માંડી જીવનયાત્રાની કેડી પર ચાલતા ચાલતા જે મળ્યા, જેમની સાથે થોડો સમય વિતાવ્યો, જેમની અમીટ છાપ તેમના મન પર છપાઈ ગઈ, જેમના વિયોગનું દુઃખ હજી તેમના મનમાં છે તે વ્યક્તિઓના નખશિખ રેખાચિત્રો છે.

શિરીષભાઈ લખે છે કે પોતે સાહિત્યકાર નથી પણ તેમની ભાષાની સરળતા, વિચારોની સ્પષ્ટતા, જે પાલણપુરની સંસ્કૃતિ, રિવાજો, ઉત્સવોના વર્ણનોમાં દેખાય છે એમાં એક સિદ્ધહસ્ત લેખક નજરે ચડે છે. પૃરુષોના પહેરવેશનું તેમનું વર્ણન, ‘‘કચ્છાબંધ ધોતિયું, આંગડી, કંદોરો, સાફો, પાઘડી, મોજડી  વિશાળ છાતી અને કદાવર શરીર’’ આવા અનેક શબ્દચિત્રો તેમની ચકોર નજર અનેક કુશાગ્ર બુદ્ધિની સાક્ષી પુરાવે છે. આખરે તો તેઓ એક સફળ વકીલ હતા. 

તેઓ પાલણપુરના ઇતિહાસની સંસ્કૃતિના ભૂતકાળ અને ભવિષ્યને સમજનારા એક પુલ હતા, એક સાંકળ હતા. આવી રહેલા પરિવર્તનથી તેઓ ઘણા વ્યથિત હતા. નવી પેઢીને  જૂની સંસ્કૃતિથી વાકેફ કરવાના ઉદ્દેશ્યથી  કદાચ આ સંસ્મરણો લખાતા ગયા. એક વકીલના હૃદયમાં બેઠેલા, એક સંવેદન લેખકે આપેલા, તે સમયની પરિસ્થિતિના આબેહૂબ ચિતારમાં તેમનો વતનપ્રેમ છલકાય છે અને જેમાં પાલણપુરની માટીની સુગંધ, અત્તર બનીને મહેંકે છે.

તેમની યાદદાસ્તમાંથી કોઈ છટકી શક્યું નથી.  શાળા જીવનના સમગ્ર શિક્ષકગણને પ્રણામ કરી તેઓ તેમનો ઋણ સ્વીકાર કરે છે. આ વાંચતા તેમના સમકાલીન હોવાના કારણે મારા જેવા કેટલાય પાલણપુરીઓના મનમાં જૂના સંસ્મરણો તાજા થયા હશે.

પોતાના સ્વજનોમાંથી કોઈને પણ શિરીષભાઈ ભૂલ્યા નથી. પછી તે ગિરધરકાકાનો નિઃસ્વાર્થ પ્રેમ હોય કે સનતભાઈ શુક્લ કે બાબુલાલ જેવા મિત્રો, દરેકને તેમણે ઉલટભેર ચાહ્યા છે. તેમણે કરેલું ‘‘ગિરધરકાકા’’નું પાત્રાલેખન કાબિલેતારીફ છે.

પાલણપુરના મુસ્લિમ રાજવીઓનો રાજ્યકાળ કોમી એકતા અને સુરાજ્યનું અતૂટ દૃષ્ટાંત છે. પાલણપુરીઓની પોતાની આગવી સભ્યતા ઉભી કરવામાં આ રાજવીઓનો મોટો સિંહફાળો છે. પાલણપુરના જૈન અગ્રગણ્ય મોભીઓ જેવા કે  દીવાન પિતાંબરભાઈ હાથીભાઈ મહેતા જેવા પ્રભાવશાળી દીવાન પાલણપુરે આજ સુધી જોયા નથી. એક વિચક્ષણ, દૂરંદેશી વજીર જેમણે સમાજના વહેમો, અંધશ્રદ્ધા દૂર કરવા અથાગ પ્રયત્નો કર્યા. 

સમાજનું કલ્યાણ કરવા હંમેશા વિચાર્યું. રાજવીઓને એમના અમલ દરમિયાન હિંમતપૂર્વક, નીડરતાથી યોગ્ય માર્ગદર્શન આપ્યું.

જૈન શ્રેષ્ઠી જેવા કે સૂરજમલ લલ્લુભાઈ મહેતા, જેમની પ્રામાણિકતા, નીતિ, સચ્ચાઈ, જીવદયાથી પ્રભાવિત થઈ સમાજે અંતરથી તેમને ‘‘અલ્લાહ’’ના નામથી નવાજ્યા. પાલણપુરની જૈન કોમને, તેમણે મુંબઈ લાવીને સ્થાયી કરી અનેક સંસ્થાઓમાં દાન કર્યા.

શિરીષભાઈએ ઈતિહાસને વફાદાર રહી નિષ્પક્ષ તેમનું વર્ણન કર્યું છે. જૈનોના પ્રભાવને વધાવ્યો છે અને સમાજના મોભીઓનું યથોચિત સન્માન જાળવ્યું છે.

પોતાના સમકાલીન અને વડીલ જેવા સફળ વકીલોની કાર્યરીતિનું તેમણે બારીક નિરીક્ષણ કર્યું અને જેનો નિચોડ તેમના વર્ણનોમાં જણાય છે.


 At Memorial Meeting in December 2020

આ ‘‘સંભારણાં’’ માં તેમના જીવનના યાદગાર પ્રસંગો છે. તે સર્વમાં તેમનો વતનપ્રેમ છલકાય છે. તેમ જ પોતાના સ્નેહીજનો અને પ્રિયપાત્રો તરફનો તેમનો ઉત્કટ પ્રેમ આ શબ્દચિત્રોમાં જણાય છે.

ચંદ્રકાંત બક્ષી હોય કે આર. જે. મહેતા હોય, હરિસિંહ ચાવડા હોય કે હાથી સાહેબ હોય, બાગમલ બક્ષી હોય કે અલીખાન માસ્તર ‘‘શૂન્ય’’ હોય, એમના સંભારણાંમાંથી કોઈ બાકાત નથી રહ્યા.

તેમના તે સમયના સમાજની રીત-રસમ, પરિસ્થિતિનો આપેલો સમગ્ર ચિતાર અદભૂત છે. આ સર્વમાં તેમના વિચારોની સ્પષ્ટતા અને વ્યવહારમાં દ્રઢ આગ્રહ જણાય છે. તેમણે કરેલા પાલણપુરીઓના ગુણદર્શન અને ઊંડાણપૂર્વક આપેલી અનેક પ્રસંગોની સમજમાં નિરપેક્ષતા તો છે પણ પાલણપુર તરફનો અદમ્ય લગાવ પણ છે. આ દરેક વર્ણનની, પ્રસંગોની પાછળ વતનની સંસ્કૃતિના બદલાવથી થયેલી  વ્યથાની છાયા દેખાય છે. 

શિરીષભાઈના સંભારણા આપણને સહુને જાણેઅજાણ્યે આપણાં પોતાના લાગે છે. સીધી, સાદી સરળ ભાષા સમજતાં જરાપણ વિલંબ થતો નથી કે રસભંગ થતો નથી. પ્રસંગોમાં પણ સારો સુમેળ જળવાઈ રહ્યો છે. અને હા, ક્યાંક ક્યાંક પ્રસંગોનું પુનરાવર્તન થતું જણાય છે પરંતુ સમયાંતરે લખાયેલાં આ સંભારણાંમાં તેનાથી રસભંગ થતો નથી.

સંભારણાં સંભારતા મને મારું બાળપણ, મારા વતન પાલણપુરની જૂની ગલીઓ, મહોલ્લા અને વાસ યાદ આવી ગયા. જૂના વડીલો, જૂના શિક્ષકો, તેમની સાથે વિતાવેલું શાળાજીવનની યાદ તાજી થઈ ગઈ. ઉત્સવો, તહેવારો, જીવનશૈલીના લેખકે કરેલાં આબેહૂબ વર્ણનોમાં અમે પણ વહી ગયા. સાથેસાથે  આ ચીજો અમે વિસરી ગયા તેનો વસવસો પણ થયો. આપણી જૂની સંસ્કૃતિની યાદ આપવા બદલ શિરીષભાઈ તમારો આભાર.

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close