+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

News & Events

News Room >> News & Event >> News Content
23 Jun 2015
"નૂતન ગૃહપ્રવેશ" સરળ માર્ગદર્શન - લે. દિપીકાબેન પંકજભાઈ દોશી

દિપીકાબેન પંકજભાઈ દોશી ઘણાંજ સંશોધન અને અભ્યાસ પછી શ્વેતાંબર જૈન, દિગંબર જૈન, અને હિંદુ વિધિ  મુજબની ગૃહપ્રવેશ ની પ્રક્રિયાઓ, સમજણ, અને અગત્યતા ગદ્ય અને પદ્ય માં ખુબજ સુંદર રીતે ગુજરાતી અને ઈંગ્લીશ ભાષામાં એક સાથે 3 પુસ્તકોના માધ્યમ દ્વારા વાંચકો  સમક્ષ રજુ કરી છે. લેખિકાના અથાગ પરિશ્રમ અને પ્રયાસ ગર્વથી બિરદાવવા લાયક છે.

સહુને સુખ, શાંતિ, આરોગ્ય અને ધન અને લક્ષ્મીની મહેર રહે તે માટે શાસ્ત્રોમાં, ધર્મમાં, જ્યોતિષશાસ્ત્રમાં, વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબની વિધિ વિ.શબ્દેશબ્દ અક્ષરશ રજુ કર્યા છે.

જરુરી ક્રિયાઓ માટે જોઈતી સામ્રગીઓ, માર્ગદર્શન, મંત્રો, જાપો, અને આજ્ઞાઓ નું સરસ સંકલન છે.આમાં ઢાળ છે, પ્રાર્થનાઓ છે, ભાવના ગીતો છે, આરતી છે. ચોઘડિયાની  સમજ પણ આપી છે. પુસ્તક સાથે સીડી પણ આપી છે.


આ કળયુગમાં, અર્વાચીન કાળમાં ઘણાજ કુટુંબોને નવા ઘરના પ્રવેશ માટેનો પ્રસંગ કે ઉત્સવ વેળાએ જો કોઈને ગૃહપ્રવેશ માટે શું કરવું અથવા શું જરુરી છે એવી દ્રઢતાપૂર્વક સમજનો અભાવ હોય તો તે આ પુસ્તકો માં સમાયેલી બાતમી, જ્ઞાન, માર્ગદર્શન ઘરના વડીલ ની કમી પૂરી પાડે છે. તૈયારીઓ, ક્રિયાઓ થી વાકેફ કરે છે. જે કંઈ  વિધિઓ દર્શિત છે  અર્થઘટન પણ આપ્યું છે. આવનારા અનેક વર્ષો સુધી જ્યાં સુધી લોકો ઔપચારિકતામાં માનતા રહેશે, ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હશે ત્યાં સુધી આ પુસ્તકો નો સંપુટ ગૃહપ્રવેશ વિષયનું ગાઈડ પુસ્તક બની રહેશે.  લોકો તેને વાંચી તેનો લાભ લેશે. દિપીકાબેન નો આ ત્રણેય ધર્મના લોકો એ આભાર માનવો જોઈએ. પુસ્તકની તેમની પરિકલ્પનાને લેખન-સંકલન માં શ્રી રમેશભાઈ જોશીએ પૂરી સહાય કરી છે.


પુસ્તક મેળવવા કે જાણવા માટે,
સંપર્ક:
દિપીકાબેન પંકજભાઈ દોશી
ફોન નં. :  
098200 59266
Deepikaben Pankajbhai Doshi
2901/03, Viveria
Sane Guruji Marg,
Jacob Circle,
Mahalaxmi ( East )
Mumbai 400011

Books reviewed by
Satish N Mehta

 

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close